જામનગરમાં દરેડ ગામ પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત થયુ છે. જેમાં કાર ચાલકે સાતથી વધારે મહિલાઓને અડફેટે લીધી હતી. તેમાં મહિલાઓ રાત્રીના ગરબા નિહાળી પરત ફરતી <br /> <br />હતી. હિટ એન્ડ રનની ઘટનામાં છ મહિલા, એક વ્યક્તિ અને બે બાળકો ઈજાગ્રસ્ત થયા છે. તેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.