અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં વાસીયાળી, મેવાસા સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તથા ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી વહેતા

થયા છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. તથા તાલુકાના વાસીયાળી મેવાસા સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી

અને ઉકલાટ બાદ મેઘરાજાની એન્ટ્રી થઇ છે. તથા વરસાદ પડતા ખેતરે જવાના માર્ગ અને ગામના રસ્તા ઉપર નદી વહી રહી હોય તેવો મોહલ છે. તેમજ વરસાદ વરસતા ખેડૂતોની

ચિંતામાં વધારો થયો છે.