Surprise Me!

કેરળ: બે મહિલાઓની બલિ બાદ આરોપી દંપત્તિએ નર માંસની મીજબાની માણી

2022-10-12 1,493 Dailymotion

કેરળમાં બે મહિલાઓની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ હત્યાકાંડમાં બલિની વાતનો સનસનીખેજ ખુલાસો થયો છે. કોચ્ચી પોલીસ કમિશનરે જણાવ્યું છે કે તેમને શંકા છે કે આરોપી દંપતીએ તે મહિલાઓનું માંસ પણ ખાધું છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ગઈકાલે ત્રણ આરોપી મસાજ થેરાપિસ્ટ ભગવંત સિંહ, તેમની પત્ની લાલી અને તેમના એજન્ટ મોહમ્મદ શફીની ધરપકડ કરી હતી. એવું કહેવાય છે કે આરોપી દંપતીએ તંત્ર-મંત્ર દ્વારા પૈસા અને પ્રસિદ્ધિ મેળવવા માટે નરબલિ લીધી. તેનો એજન્ટ શફી બંને મહિલાઓને લાલચ આપીને આરોપીના ઘરે લાવ્યો હતો જ્યાં તેમને બલિ આપીને દફનાવવામાં આવી હતી.આ ઘટના બાદ પોલીસ છેલ્લા કેટલાક દિવસોમાં ગુમ થયેલા લોકોના કેસની પણ તપાસ કરી રહી છે. <br /> <br />કોચ્ચીના પોલીસ કમિશનર નાગરાજુ ચકિલાગે જણાવ્યું હતું કે, "આ વાત પર વિશ્વાસ કરવા માટે અમારી પાસે પૂરતા પુરાવા નથી. ફોરેન્સિક પરીક્ષણ અને પુરાવા એકત્ર કરવાનું આજે પણ ચાલુ રહેશે. આરોપીને પાગલ અને મનોરોગી ગણાવતા તેમણે કહ્યું કે ગુનાનો મૂળ હેતુ યૌન સુખ મેળવવાનું પ્રતિત થાય છે. રોસેલિન અને પદ્માને બાંધ્યા અને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા. તેના શરીરના નાના-નાના ટુકડા કરી તેનો એક ભાગ દાટી દેવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે આ માનવ બલિ આર્થિક પરેશાનીઓને ખતમ કરવા માટે આપવામાં આવી હતી.પોલીસે જણાવ્યું કે રોઝલિન જૂન અને પદમા સપ્ટેમ્બરમાં ગુમ થઈ હતી.

Buy Now on CodeCanyon