Surprise Me!

હિમાચલમાં PM મોદીનું ભવ્ય સ્વાગત: 'મોદી-મોદી, શેર આયા', 'વંદેભારત'ને લીલીઝંડી

2022-10-13 579 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે હિમાચલ પ્રદેશના ઉના રેલવે સ્ટેશનથી દેશની ચોથી 'વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન હિમાચલ પ્રદેશના અંબ અંદૌરા સ્ટેશનથી નવી દિલ્હી રેલવે સ્ટેશન વચ્ચે દોડશે. <br /> <br />અધિકારીઓએ જણાવ્યું હતું કે નવી વંદે ભારત ટ્રેન અગાઉની ટ્રેન કરતાં વધુ અદ્યતન અને હળવી છે અને ટૂંકા ગાળામાં વધુ ઝડપે દોડવામાં સક્ષમ છે. <br /> <br />આ ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે અને અંબાલા, ચંદીગઢ, આનંદપુર સાહિબ અને ઉનામાં સ્ટોપ કરશે. તે માત્ર 52 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. આ ટ્રેનની શરૂઆતથી આ પ્રદેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે અને મુસાફરીનો આરામદાયક અને ઝડપથી પૂરી થઇ શકશે.

Buy Now on CodeCanyon