વડોદરાના અકસ્માતમાં વધુ એકનું મોત થયુ છે. જેમાં ગમખ્વાર અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા છે. તેમાં કપુરાઈ ચોકડી પાસે મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેમાં રાજસ્થાનની <br /> <br />બસને અકસ્માત નડ્યો હતો. તથા રોડ પર ઉભેલી ટ્રક સાથે લક્ઝરી બસ અથડાઇ હતી. જેમાં 19 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. તેમજ ઇજાગ્રસ્તોને SSG હોસ્પિટલમાં ખેસડાયા છે.