Surprise Me!

ભાજપ દ્વારા ભવ્ય દિવાળી સ્નેહમિલનનું કાર્યક્રમ, PM મોદી કરશે સંબોધન

2022-10-22 32 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે માત્ર ગણતરીના દિવસોમાં જાહેર થવાની છે. ત્યારે દરેક રાજકીય પક્ષ ગુજરાતમાં સત્તા મેળવા માટે જંજાવતો પ્રચાર કરી રહ્યા છે. ભાજપ હોય કોંગ્રેસ હોય કે પછી આપ આ તમામ રાજકીય પક્ષોએ વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા પહેલા જાહેર સભાઓ, રોડ શો અને દેવ દર્શન કરી રહ્યા છે. દિવાળી બાદ ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થઈ જશે. ત્યારે ભાજપ એ પોતાની પરંપરા પ્રમાણે નવા વર્ષ નિમિત્તે કાર્યકર્તા સાથે નૂતન વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આમ તો ભાજપ દર વર્ષે દિવાળી બાદ કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમ રાખે છે પરંતુ આ વખતે તેમાં થોડો રાજકીય રંગ પણ જોવા મળશે અને મેગા સ્નેહ મિલન પણ થશે જેના મારફતે બીજેપી આગામી ચૂંટણી માટે કાર્યકર્તાઓને બુસ્ટ કરશે

Buy Now on CodeCanyon