આ દુર્ઘટનામાં 45 મુસાફરો ઘાયલ થયા, 4ના મોત થયા <br />ઉત્તર પ્રદેશના સૈફઈમાં લખનઉ એક્સપ્રેસ વે પર શનિવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. અહીં એક બસ ડમ્પર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 45 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. બસ યુપીના ગોરખપુરથી રાજસ્થાનના અજમેર જઈ રહી હતી. ઘાયલોને સૈફઈની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ મૃતકોના મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. ડમ્પરમાં રેતી ભરવામાં આવી હતી. આ અકસ્માત શનિવારે મોડી રાત્રે 2.30 કલાકે થયો હતો.