સરદાર જંયતિ, એકતા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરેડ સહિતના કાર્યક્રમો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે છે. ત્યારપછીના બીજા જ દિવસે 1લી નવેમ્બરની સાંજે તેઓ દિલ્હીથી 182 વિધાનસભા મતક્ષેત્રોમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમોને વર્ચ્યુઅલી સંબોધન કરશે. આથી, એકતા દિવસની ઉજવણી બાદ ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે.