Surprise Me!

સૌરાષ્ટ્રની સૌથી ચર્ચાસ્પદ બેઠક પર સેન્સ માટે દાવેદારો પહોંચ્યા

2022-10-28 1 Dailymotion

આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે સૌરાષ્ટ્રની સૌથી ચર્ચાસ્પદ ગણાતી ગોંડલ બેઠક પર દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. ગોંડલમાં ભાજપના જ મુખ્યત્વે બે જૂથ છે બંને ક્ષત્રીય આગેવાનોના અલગ અલગ જૂથના અલગ અલગ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. ગોંડલ વિધાનસભા બેઠક હાઈ પ્રોફાઈલ બેઠક માનવામાં આવે છે. આ બેઠક પર ગોંડલ અને રિબડાના ક્ષત્રિય જૂથ આમને સામને છે. જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા વર્તમાન ધારાસભ્ય છે. આ વખતે ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા અને પુત્ર જ્યોતિરાદિત્ય ઉર્ફે ગણેશ જાડેજા તેમજ ગોંડલ નાગરિક બેંકના ચેરમેન અશોક પીપળીયાએ દાવેદારી નોંધાવી હતી તો રિબડાના જૂથમાં અનિરૂદ્ધસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર છે. અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, શશીકાંત રૈયાણી અને શ્વેતા પટેલ દાવેદારી નોંધાવી હતી.

Buy Now on CodeCanyon