Surprise Me!

યુક્રેનનો રશિયા પર ભીષણ હુમલો, 'મોસ્કવા' સબમરીન નષ્ટ!

2022-10-30 1,965 Dailymotion

યુક્રેનની સેનાએ તેના 'ઘર' ક્રિમિયામાં પ્રવેશ કરીને રશિયાને મોટો ઝાટકો આપ્યો છે. યુક્રેનિયન નૌકાદળ છેલ્લા ઘણા મહિનાઓથી રશિયન નૌકાદળના ફ્રિગેટ એડમિરલ મકરોવનો પીછો કરી રહ્યું હતું, પરંતુ તેને કોઈ સુરાગ મળી રહ્યા નહોતા. યુક્રેનની મહેનત રંગ લાવી અને અંતે તેણે એડમિરલ મોસ્કવાની જગ્યા લેનાર રશિયન મિસાઇલ ફ્રિગેટ મકરોવ પર જોરદાર હુમલો કરી દીધો. યુક્રેનની સેના એ અલ-કાયદા અને હૂતી વિદ્રોહીઓના સચોટ શસ્ત્રો સાથે રશિયન યુદ્ધ જહાજને નિશાન બનાવ્યું હતું. યુક્રેને પાણીની અંદર વિસ્ફોટકોથી સજ્જ ડ્રોનની મદદથી ક્રિમીયામાં રશિયન નૌકાદળના બ્લેક સી ફ્લીટના મુખ્ય મથક સેવાસ્તોપોલ ખાતે ઉભેલા એડમિરલ મકરોવ પર જોરદાર હુમલો કર્યો. <br /> <br />યુક્રેનના સૈન્યએ એક નાટકીય વિડિયો બહાર પાડ્યો છે જે દર્શાવે છે કે તે રશિયન યુદ્ધ જહાજ એડમિરલ મકરોવ પર હુમલો કરવામાં સફળતા મળી છે. કેલિબર ક્રૂઝ મિસાઈલથી સજ્જ આ યુદ્ધ જહાજ 409 ફૂટ લાંબુ છે. યુક્રેનના દાવાની હજુ સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. આ યુક્રેનિયન આત્મઘાતી ડ્રોન સ્પીડ બોટ જેટલું હતું અને તે સેંકડો કિલોગ્રામ વિસ્ફોટકો વહન કરી રહ્યું હતું. આ મેરીટાઇમ ડ્રોનને રોકવા માટે રશિયાએ હેલિકોપ્ટરથી ફાયરિંગ કર્યું, પરંતુ તે સફળ રહ્યું કે નહીં તેની પુષ્ટિ થઈ નથી.

Buy Now on CodeCanyon