મોરબીમાં દુર્ઘટના મુદ્દે પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે 9 લોકોની અટકાયત કરી છે. જેમાં મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. તેમજ ટિકિટ <br /> <br />આપનાર વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. તથા ઓરેવાના મેનેજર અને મેન્ટેન્સ એન્જિ. સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં FSL ઘટનાસ્થળે <br /> <br />પહોંચી છે. તેમજ બ્રિજ પર પહોંચીને દુર્ઘટના અંગે અભ્યાસ શરૂ કર્યો છે. જેમાં બ્રિજના ટેક્નિકલ પાસાઓ અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.