Surprise Me!

ગુજરાત ચૂંટણી પહેલાં કેન્દ્રનો મોટો દાવો: 3 દેશોના લઘુમતીને મળશે નાગરિકતા

2022-11-01 787 Dailymotion

ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે મોટો દાવ લગાવ્યો છે. કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા ગુજરાતના બે જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકારે નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ નાગરિકતા આપવાનો નિર્ણય લીધો છે અને વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (CAA) હેઠળ નહીં. <br /> <br />CAAમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા આપવાની જોગવાઈ પણ છે. પરંતુ સરકારે હજુ સુધી આ અધિનિયમ હેઠળ નિયમો બનાવ્યા નથી, તેથી અત્યાર સુધી કોઈને પણ તેના હેઠળ નાગરિકતા આપી શકાય નહીં.

Buy Now on CodeCanyon