મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે 2 નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે અને કોઈ પણ પ્રકારની ઉજવણી કે મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવશે નહીં. <br />મોરબી દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં અકસ્માતની SIT તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.