Surprise Me!

નોર્થ કોરિયા-દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધના ભણકારા : 260 જેટ ફાઈટરની ઉડાન

2022-11-04 1 Dailymotion

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે. બંને પડોશી દેશો એકબીજાનાં કટ્ટર દુશ્મન છે. નોર્થ કોરિયાએ શુક્રવારે 4 કલાકનાં ગાળામાં દક્ષિણ કોરિયા તરફ તેનાં 180 જેટ ફાઈટર મોકલીને સાઉથ કોરિયા અને અમેરિકાને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. નોર્થ કોરિયાનાં આ શક્તિ પ્રદર્શનનો દક્ષિણ કોરિયાએ પણ મજબૂત જવાબ આપ્યો હતો તેણે નોર્થ કોરિયા તરફ તેનાં સૌથી ઘાતક F-35 સહિત 80 ફાઈટર જેટ ઉડાડયા હતા. આને કારણે કોરિયા દ્વીપકલ્પમાં તંગદિલી સર્જાઈ હતી. આમ બંને દેશોની સરહદો પર કુલ 260 જેટ ફાઈટરોની ઉડાનો જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

Buy Now on CodeCanyon