Surprise Me!

આજે ભાજપમાં 77 વિધાનસભા બેઠક મુદ્દે ચર્ચા, કકળાટિયા શહેરી ક્ષેત્રોનો વારો

2022-11-05 22 Dailymotion

ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ છે. આજે 77 વિધાનસભા બેઠકો મુદ્દે ચર્ચા થશે. આજે અમદાવાદ, સુરત, વડોદરા અને જૂનાગઢ એમ ચાર મહાનગરો સાથે કુલ 10 જિલ્લાઓની 77 બેઠક માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા થશે. ભાજપમાં જીતવા માટે સરળ પરંતુ ઉમેદવારોની પસંદગી માટે કઠીન, કકળાટ ધરાવતી ચાર મહાનગરોના 40 શહેરી બેઠકો માટે છેલ્લાં દિવસની બેઠકમાં સમય ફાળવાયો છે. <br /> <br />આણંદ જિલ્લાની 7 બેઠક, દાહોદ જિલ્લાની 6 બેઠક, પાટણ જિલ્લાની 4 બેઠક, છોટા ઉદેપુર જિલ્લાની 3 બેઠક, વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠક, ગીર સોમનાથની 4 બેઠક, કચ્છની 6 બેઠક, જૂનાગઢ જિલ્લા અને શહેરની 5 બેઠક, <br />સુરત જિલ્લા અને શહેરની 16 બેઠક, અને અમદાવાદ શહેરની 16 બેઠક મુદ્દે ચર્ચા થશે.

Buy Now on CodeCanyon