પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડ પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારોનું લોબિંગ શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં ખોડલધામના નરેશ પટેલના લોબિંગ પછી સીદસર ઉમિયાધામના જયરામભાઈ પટેલે રાજકોટ પશ્ચિમ સહિત સૌરાષ્ટ્રમાં 10 ટિકિટ કડવા પાટીદારને ફાળવવા માંગ કરી છે. માણવદરમાં કોંગ્રેસે કડવા પાટીદાર ઉમેદવારનારણભાઈ લાડાણીને ઉતાર્યા છે.