સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક બાદ પરીક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. ચર્ચામાં રહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કાંડ બાદ હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ હવે આગામી 9 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષામાં કોલેજના વોટરમાર્ક સાથે પેપરનું વિતરણ થશે. આ સાથે હવેથી ઈ-મેઈલ દ્વારા પ્રશ્નપત્ર મોકલવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આજે ઇ-મેઇલથી પેપર મોકલવાનો મોકટેસ્ટ થશે. <br /> <br />ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજોમાં બંડલથી મોકલતા પેપર લીક થતા આ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉ પરીક્ષાના એક દિવસ પહેલા જ પેપરની કોપી ફરતી થઈ હતી. ત્યારબાદ હવે પેપર લીકની ઘટનાઓ અટકાવવા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક નહીં થાય તેવો દાવો કરવામાં આવ્યો છે.