વડોદરાના વાઘોડિયા તાલુકામાં દિપડો દેખાયો છે. જેમાં જરોદ ગામ પાસે આવેલ નિશાર બાપુ ફાર્મ પાસે દિપડો દેખાયો છે. તેમાં દિપડાના ફોટા મોબાઇલમાં પાડી વન વિભાગને જાણ <br /> <br />કરાઇ છે. છેલ્લા ત્રણ વર્ષથી વાઘોડિયા તાલુકામાં દિપડાનો વસવાટ છે. અત્યાર સુધીમાં દિપડો જુદા જુદા ગામોમાં 30થી વધુ પશુઓનું મારણ કરી ચૂક્યો છે. તેથી પશુપાલકો તેમજ <br /> <br />ખેડૂતોમાં દહેશત ફેલાઇ છે.