Surprise Me!

હૈદરાબાદમાં અંડરપાસમાં વિમાન ફસાયું, જોવા માટે રસ્તા પર ભારે ભીડ જામી

2022-11-14 1 Dailymotion

બાપટલાના લોકો એ સમયે હેરાન થઇ ગયા જ્યારે શનિવારે મોડી સાંજે કોરિસાપાડુ અંડરપાસની વચ્ચોવચ્ચ એક વિમાન ફસાઇ ગયું. હૈદરાબાદના પિસ્તા હાઉસના માલિક દ્વારા ખરીદવામાં આવેલ એક જૂના વિમાનને એક ટ્રકના ટ્રેલર દ્વારા કોચ્ચીથી હૈદરાબાદ લાવતા સમયે અંડરપાસની અંદર ફસાઇ ગયું. તેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. <br /> <br />અંડરપાસની નીચે ફસાયેલા વિમાનની એક ઝલક જોવા માટે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. એવું કહેવાય છે કે હૈદરાબાદના રહેવાસી શિવ શંકરે આ વિમાનને ખરીદ્યું હતું. શિવશંકર પ્રખ્યાત રેસ્ટોરાં ચેન પિસ્તા હાઉસ ચલાવે છે. તેમણે આ વિમાનની અંદર રેસ્ટોરાં ખોલવાનું પ્લાનિંગ કર્યું છે.

Buy Now on CodeCanyon