ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામી ગયો છે. મોરબીમાં ત્રણ મુખ્યમંત્રીઓનો એકસાથે પ્રચાર કરશે. દાદા, મામા અને યોગીની મોરબીમાં પ્રચંડ સભાઓ આજે યોજાશે. 14 કલાકમાં ભાજપના 36 નેતાઓ પ્રચાર કરશે. <br /> <br />પહેલા ચરણ માટે ભાજપનું શક્તિ પ્રદર્શન. 89 બેઠકો પર નેતાઓની સભા અને રેલીઓ યોજાશે. પાંચ CM, બે Dy.CM, અને કેન્દ્રીય મંત્રીઓનો પ્રચાર. 36 નેતાઓની ત્રણથી ચાર સભાઓ એક જ દિવસમાં છે. મહારાષ્ટ્ર અને યુપીના નાયબ મુખ્યમંત્રીઓ પણ સભા ગજવશે. નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર અને વી કે સિંઘ કરશે પ્રચાર .