દ્વારકા વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો બફાટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પબુભા માણેક ચૂંટણી પ્રચાર દરમિયાન મતદાર દ્વારા સવાલ કરતા ગુસે ભરાયા હતા. <br /> <br />પબુભા માણેકે પ્રચાર દરમ્યાન બે ઠોકી દયો તેવા શબ્દોનો ઉચ્ચાર કર્યો હતો. મતદારને પ્રચાર મીટિંગમાંથી નીકળી જવા ધમકાવ્યો હતો. આ વીડિયો જૂનો હોવાનું મનાઇ રહ્યું છે પણ આ પબુભાનો વીડિયો ટેગ કરી ને કોંગ્રેસના નેતા પાલ આંબલીયાએ લોકોને આ ચૂંટણીમાં વિચારીને મતદાન કરવા અપીલ કરી હતી.