ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં સૌથી વધુ ચર્ચિત બેઠક જામનગર ઉત્તર વિધાનસભા બેઠક છે. આ બેઠક પરથી ભાજપે સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. રીવાબા સતત પ્રચારમાં જોડાયેલા છે. તે લોકો પાસેથી સમર્થન માંગી રહ્યા છે. પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહેલા રીવાબાને તેમના પતિ તરફથી ખૂબ જ સમર્થન મળી રહ્યું છે.