Surprise Me!

સુરત કારમાંથી 75 લાખ મળ્યાના કેસમાં વળાંક? કોંગ્રેસ નેતા ભાગતા CCTVમાં દેખાયા

2022-11-24 342 Dailymotion

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતમાં કારમાંથી 75 લાખની રોકડ રકમ મળતા ખળભળાટ મચી ગ.ો છે. આ રૂપિયાનું કનેક્શન કોંગ્રેસ સાથે હોવાનું ચર્ચા હતી. ત્યારે આ કેસમાં મોટો ખુલાસો થયો છે. જ્યાં કારમાંથી લાખોની રોકડ ઝડપાઇ ત્યારે તે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ તપાસવામાં આવ્યાં હતા. જે સીસીટીવી કેમેરામાં કોંગ્રેસના નેતા બી.એમ. સંદીપ ભાગતા નજરે પડી રહ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રોકડ સાથે જે કાર ઝડપાઇ તેમાંથી પણ બી.એમ સંદીપનું આધારકાર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું. <br /> <br />આ સીસીટીવી કેમેરામાં દેખાઇ રહ્યું છે કે, એક વ્યક્તિ ભાગી રહ્યા છે. તેમને જોતા અનુમાન લગાવાવમાં આવી રહ્યું છે કે, તે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બી.એમ સંદીપ છે. જો આ વાત સાચી પડી તો ચૂંટણી પહેલા ગુજરાતનાં રાજકારણમાં મોટો હોબાળો મચી શકે છે.

Buy Now on CodeCanyon