Surprise Me!

સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડ કેલિફોર્નિયાથી ઝડપાયો

2022-12-02 182 Dailymotion

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડને કેલિફોર્નિયામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ભારતની ગુપ્તચર એજન્સીઓના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. જો કે કેલિફોર્નિયા તરફથી આ અંગે ભારત સરકારને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. <br /> <br />સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. તેના પર ખુલ્લેઆમ ગોળીઓ ચલાવવામાં આવી હતી જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેની હત્યાના માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરાડને જણાવવામાં આવ્યું હતું, તેણે લોરેન્સ બિશ્નોઈ સાથે મળીને મુસેવાલાની હત્યાનું સમગ્ર આયોજન કર્યું હતું અને પછી તેના શૂટર્સ દ્વારા હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે આ કેસમાં 34 લોકોને આરોપી બનાવ્યા છે.

Buy Now on CodeCanyon