ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર પ્રસારની અંતિમ ઘડીઓમાં ઉમેદાવારો જાણે ભાન ભૂલી રહ્યા છે અને અનાપ શનાપ બોલતા પણ ખચકાતા નથી. કયાંક બાર ડાન્સરના ઠુમકા તો કયાંક બોગસ વોટિંગની વાતો કરતાંના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. <br /> <br />જી હા કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારની જાહેર સભાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કાલોલથી ફતેસિંહ ચૌહાણ સભામાં બોલી રહ્યા છે કે બુથમાં બોગસ કરો કે જે કરો ત્રણ હજાર મત પાડી દેવાના છે. વાયરલ વીડિયોમાં કાલોલ બેઠકના ભાજપના ઉમેદવાર એવું કહેતા જણાય છે કે બુથની અંદર બોગસ કરો કે જે કરો તે તમારા 3000 વોટ પાડી દેવાના છે. જો કે આ વાયરલ વીડિયોની સંદેશ ન્યુઝ પુષ્ટિ કરતું નથી. સમગ્ર મામલે આપના ઉમેદવાર દ્વારા આચાર સંહિતા ભંગ અંગેની રજૂઆત કરવામાં આવી છે.