ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે 5 ડિસેમબરે મતદાન યોજાશે. ત્યારે મતદાનના એક દિવસ પહેલાં મહેસાણાના ખળદા ગામના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરતાં તંત્ર દોડતું થયું હતું. ગામમા ચોરીઓના બનાવો બનતા ગ્રામજનો પરેશાન છે. પોલીસને જાણ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં અંતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.