Surprise Me!

બિહાર વિધાનસભામાં નીતીશકુમાર BJP પર તાડુકયા- તમે લોકો દારૂડિયા થઇ ગયા છો

2022-12-14 479 Dailymotion

બિહાર વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે ગૃહમાં દારૂના કારણે મોતના પ્રશ્ન પર મુખ્યમંત્રી નીતિશ કુમાર ગુસ્સે થઈ ગયા. છપરામાં નકલી દારૂના કારણે મોતના મુદ્દે ભાજપના ધારાસભ્યો ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આના પર નીતીશ કુમાર ખૂબ ગુસ્સે થયા અને બૂમો પાડવા લાગ્યા- 'તમે (ભાજપ) લોકો ગંદા કામ કરી રહ્યા છો. દરેકને અહીંથી બહાર કાઢો. હવે તેમને જરાય સાંખી લેવામાં આવશે નહીં. તમે લોકો નશામાં ધૂત થઈ ગયા છો. હવે સહન કરવામાં આવશે નહીં. તમે લોકો આખા બિહારમાં ગંદા કામ કરી રહ્યા છો. પહેલા શું કહેતા હતા કે જો તમે સાવધાન નહીં રહો તો બહુ ખરાબ થશે. તમે લોકો દારૂની તરફેણમાં છો. તમે ગંદો દારૂ પીને મરી રહેલા લોકોના પક્ષમાં છો. હું કંઈ બોલતો નહોતો, હવે વધુ અભિયાન ચલાવીશ. નીતિશ કુમારે વધુમાં કહ્યું કે તમે લોકો પડી ગયા છો, તમને કેટલું સન્માન આપવામાં આવ્યું છે, પરંતુ તમે શું કરી રહ્યા છો, તમે તમારી જાતને બરબાદ કરી રહ્યા છો. હોબાળા વચ્ચે સીએમ નીતિશ કુમાર ખૂબ જ આક્રમક દેખાતા હતા. તમે લોકોએ દારૂ નહીં પીવાની પ્રતિજ્ઞા લીધી હતી અને આજે તમે દારૂ પીનારાઓ માટે વળતરની માંગણી કરી રહ્યા છો.

Buy Now on CodeCanyon