ગુજરાતના અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી અને

રવિવારે સમગ્ર દિવસ દરમિયાન સૌકોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. એના માટે કોઈ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. બે વાગ્યા પહેલાંનો સમય હરિભક્તો માટે આરક્ષિત છે. એના માટે

દર્શનાર્થી હરિભક્તોનું તારીખ મુજબ આવવા માટે રજિસ્ટ્રેશન જે-તે દેશની સત્સંગ પ્રવૃત્તિ સેન્ટ્રલ ઓફિસ અને સત્સંગ પ્રવૃત્તિના કાર્યકર દ્વારા જ કરવામાં આવ્યું છે. દર્શનાર્થી માટે પણ કોઈ

ઓનલાઈન રજિસ્ટ્રેશનની જાહેર લિંક, વેબસાઈટ કે એપ નથી. કોઈ પ્રકારના પ્રી-રજિસ્ટ્રેશન વિના જાહેર જનતા દરરોજ બપોરે 2.00 વાગ્યા પછીથી અને રવિવારે સમગ્ર દિવસ દરમિયાન

મહોત્સવનો લાભ લઇ શકે છે.