Surprise Me!

વિશ્વભરમાં કોરોનાને લઇ હાહાકાર

2022-12-22 206 Dailymotion

માત્ર ચીનમાં જ નહીં સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં 5.37 લાખ કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 1396 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં જાપાનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. એટલું જ નહીં અમેરિકામાં પણ 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ ચીનમાં કોરોનાથી તબાહી ચાલુ છે. અહીં માત્ર કેસો જ ઝડપથી વધી રહ્યા છે એટલું જ નહીં પરંતુ મહામારીને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. <br /> <br />સ્થિતિ એવી થઈ ગઈ છે કે દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં જગ્યા બચી નથી. આ વાતને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા પણ સ્વીકારવામાં આવી છે. WHOએ કહ્યું કે કોરોનાની વર્તમાન લહેરને કારણે ચીનમાં હોસ્પિટલો ભરાય ગઈ છે. ચીન સિવાય અમેરિકા, જાપાન સહિત વિશ્વના તમામ દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત સરકારની સાથે રાજ્યો પણ એલર્ટ પર આવી ગયા છે.

Buy Now on CodeCanyon