માઉન્ટ આબુનું તાપમાન શૂન્ય ડિગ્રી પર પહોંચી ગયું છે. જ્યારે ક્રિસમસનો તહેવાર અને શનિવાર-રવિવારની રજાઓ માણવા પર્યટકોનો ઘસારો જોવા મળ્યો હતો અને શૂન્ય ડિગ્રી તાપમાનમાં પણ પર્યટકોએ ભરપૂર આનંદ માણ્યો હતો. કડકડતી ઠંડીમાં ગુજરાતીઓએ માઉન્ટ આબુમાં રાત્રે ગરબાની મજા માણી હતી તેનો વીડિયો વાયરલ થયો છે.