Surprise Me!

સ્વામિનારાયણ મહોત્સવમાં કોરોનાને આમંત્રણ: આજથી કડક ગાઇડલાઇનનો અમલ

2022-12-26 121 Dailymotion

ચીન સહિત દુનિયાના કેટલાંય દેશોમાં કોરોનાનો કહેર વધતા ગુજરાત સહિત ભારતમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. ગુજરાત સરકાર પણ આ મામલે ખૂબ જ એલર્ટ થઇ ગઇ છે. આ બધાની વચ્ચે અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં કે જ્યાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના લોકો આવી રહ્યાં છે તો ત્યાં પણ કોરોના ગાઈડલાઈન રજૂ કરી દેવામાં આવી છે. પરંતુ પ્રમુખ સ્વામી નગરીમાં આવેલા મોટાભાગના લોકો કોરોના ગાઈડલાઈનનો છડેચોક ભંગ કરતાં દેખાઇ રહ્યા છે. તો બીજીબાજુ આજથી કડકપણે અમલ કરવામાં આવશે તેવી પણ જાહેરાત બીએપીએસ સંસ્થા દ્વારા ગાઇડલાઇન રજૂ કરી દેવામાં આવી છે. જો તમે શતાબ્દી મહોત્સવમાં મુલાકાત માટે જઈ રહ્યાં છો તો હવે કયા નિયમો પાળવા પડશે તે જાણવું પણ જરુરી છે. <br /> <br />વિશ્વભરમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને ભારત અને ગુજરાત સરકાર સાથે વિમર્શ કરીને જાહેર જનતા માટે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આવનારા લોકો માટે એક ખાસ પ્રકારની ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. જેનું આજથી કડકપણે પાલન કરવું પડશે.

Buy Now on CodeCanyon