Surprise Me!

રાજસ્થાન પેપરલીક કેસના તાર ગુજરાત સાથે જોડાયા

2022-12-27 1 Dailymotion

રાજસ્થાન અધ્યાપક ભરતી પરીક્ષાનાં પેપર પેપર લીક કેસના તાર ગુજરાત સાથે જોડાયેલા નીકળ્યા. પકડાયેલી બસને ગુજરાત પાસિંગની કાર એસ્કોર્ટ કરતી હતી. ગુજરાત પાસિંગની કારમાં માસ્ટરમાઇન્ડ બેઠો હતો. પેપર લીક કેસનો માસ્ટર માઈન્ડ સુરેશ બિશ્નોઈ છે જે કારમમાં બેઠો હતો અને ત્યાંથી જ પ્રશ્નપત્રની પ્રિન્ટ કાઢીને બસમાં બેઠેલા ઉમેદવારોને પ્રશ્નપત્ર મળ્યું હતુ. <br /> <br />આ અંગે મળતી માહિતી પ્રમાણે, પકડાયેલી કારનો નંબર GJ 08 CC 2902 છે. આ કાર બનાસકાંઠાના ડીસાના કંસારી ગામથી રજિસ્ટર થયેલી હોવાનું સામે આવ્યું છે. આ કાર ગણપતલાલ ભગીરથરામ બિશ્નોઈના નામે રજિસ્ટર થઇ હતી. રજિસ્ટર કારનો મોબાઈલ નંબર અંગે ખુલાસો થયો હતો. મોબાઈલ નંબર બસ ચાલક પિરારામ બિશ્નોઈનો હોઈ શકે છે. રાજસ્થાન પેપર લીક કેસમાં બનાસકાંઠા સુધી તાર જોડાયા હોવાની શક્યતા છે. રાજસ્થાનમાં અધ્યાપક ભરતી પરીક્ષામાં પેપર લીક થયું હતું.

Buy Now on CodeCanyon