Surprise Me!

દિલ્હીના કાંઝાવાલામાં 20 વર્ષની યુવતીનો કપડા વગરનો મૃતદેહ મળી આવ્યો

2023-01-02 11 Dailymotion

દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં 20 વર્ષની યુવતી સાથે થયેલી બર્બરતાથી લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના ચોંકી ગયા છે. એલજીએ ટ્વિટ કર્યું, 'આજે સવારે કાંઝાવાલા-સુલ્તાનપુરીમાં થયેલા અમાનવીય ગુનાથી મારું માથું શરમથી ઝૂકી જાય છે. આવું કરનારાઓની અસંવેદનશીલતાથી હું આઘાત પામું છું. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં ન્યૂ યર પાર્ટીમાંથી પરત ફરી રહેલા પાંચ યુવકોએ સ્કૂટી ચલાવતી યુવતીને ટક્કર મારી હતી અને તેને ઘણા કિલોમીટર સુધી ઢસેડી હતી. પોલીસનો દાવો છે કે છોકરી કારમાં ફસાય ગઈ અને તેના બધા હાડકાં તૂટી ગયા. બાળકીના બંને પગ, માથું અને શરીરના અન્ય ભાગો પણ ખરાબ રીતે કચડાઈ ગયા હતા. રોહિણી જિલ્લાના કાંઝાવાલા પોલીસ સ્ટેશનમાં કોઈએ ફોન કરીને જાણ કરી કે કુતુબગઢ તરફ જઈ રહેલી બલેનોમાં એક મૃતદેહ લટકી રહ્યો છે. તેણે કારનો નંબર પણ જણાવ્યો. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કાર પણ મળી આવી છે.

Buy Now on CodeCanyon