પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. તેની પાછળ એક મોટું કારણ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) છે. TTP પ્રત્યે પાકિસ્તાનના સતત આક્રમક વલણ વચ્ચે હવે કતરમાં સંગઠનના એક ટોચના નેતાએ નિશાન સાધ્યું છે. <br /> <br />તાલિબાનના અધિકારી અહમદ યાસિરે ટ્વીટ કરીને પાકિસ્તાનને 1971ના યુદ્ધની યાદ અપાવી છે. યાસિરે કહ્યું છે કે જો પાકિસ્તાન અફઘાનિસ્તાન પર હુમલો કરશે તો તે 1971ના યુદ્ધનું પુનરાવર્તન કરશે.