સરકાર દ્વારા કરોડોનો ખર્ચે કરી ખેડૂતોના હિત માટે નર્મદાની કેનલો બનાવી છે. પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણીની જરૂરિયાત સમયે જ <br /> <br />કેનાલો ઓવરફ્લો અને કેનાલમાં ગાબડા પડવાની ઘટનાથી ખેડૂતો માટે કેનાલ આફત સમાન બનવા પામી છે. પાટણના સાંતલપુર તેમજ રાધનપુર વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં <br /> <br />સાતથી વધુ કેનાલ ઓવરફ્લો અને તૂટવાની ઘટનાથી ખેડૂતોએ વાવેલ તૈયાર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતના મોઢે આવેલ કોડીયો છીંનવાયો હોય તેવા દ્રષ્યો સર્જાયા છે.