Surprise Me!

લાઇવ મેચમાં સ્ક્રીમ પર પોતાના રેકોર્ડ જોઇ દ્રવિડ હસતા રહ્યા, વીડિયો વાયરલ

2023-01-13 20 Dailymotion

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડની ગણતરી વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે. 50 વર્ષના રાહુલ દ્રવિડે 2005-07 દરમિયાન 164 ટેસ્ટ અને 340 વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેમજ ટીમનું સુકાન સંભાળ્યું હતું. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં દ્રવિડ ચોથા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આ સાથે જ તેમણે વન ડેમાં 10,000 રનનો આંકડો પાર કરી લીધો હતો. <br /> <br />રાહુલ દ્રવિડે બુધવારે (11 જાન્યુઆરી) પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો. તેમણે કોલકાતામાં ભારતીય ટીમના સભ્યો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. ગુરુવારે ઈડન ગાર્ડન્સના મેદાન પર ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વનડે મેચ દરમિયાન રાહુલ દ્રવિડની કારકિર્દીને લઈને ઘણી ચર્ચા થઈ હતી. એક પ્રસંગે ટીવી સ્ક્રીન પર રાહુલ દ્રવિડના રેકોર્ડ્સ દેખાડવામાં આવ્યા હતા, જેને જોઈને દ્રવિડ હસવાનું રોકી શક્યા ન હતા.

Buy Now on CodeCanyon