ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 44 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ બારડોલીમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે બપોરે એક વાગ્યા સુધીનું નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. https://sandesh.com/gujarat/news/monsoon-2025/ahmedabad/gujarat-rain-news-red-alert-in-bharuch-and-surat-till-1-pm