Surprise Me!

શેખપીર પાસેથી ૧૧ ગ્રામ હેરોઈન સાથે ભુજના બે શખ્સ ઝડપાયા

2025-09-30 0 Dailymotion

ભુજ: પશ્વિમ કચ્છની SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ)એ શેખપીર ત્રણ રસ્તા પાસેથી મારુતિ સુઝુકી કારમાંથી ૧૧ ગ્રામ હેરોઈન સાથે ભુજના બે શખ્સોને ઝડપી પાડ્યા છે.<br />આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ હેરોઈનનું મૂલ્ય ₹ ૫.૫૦ લાખ અંદાજવામાં આવ્યું છે.<br />ઝડપાયેલા શખ્સોની ઓળખ શક્તિસિંહ રવીન્દ્રસિંહ ઝાલા (ભુજ, મૂળ સુરેન્દ્રનગર) અને શિવરાજ સુરેશભાઈ ગઢવી (ભુજ, મૂળ માંડવી) તરીકે થઈ છે. કારની તલાશી દરમિયાન હેરોઈન ઉપરાંત દારૂ ભરેલી અડધી બાટલી અને વજનકાંટો પણ મળી આવ્યા હતા. SOGએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Buy Now on CodeCanyon