જુનાગઢ : ગીર જંગલનો એક અદભુત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો આજથી 15 દિવસ પહેલાનો હોવાનો માનવામાં આવે છે. માલધારીના ઘરની અગાસી પર એક સિંહ વરસતા વરસાદમાં આવી ચડ્યો હતો નીચે માલધારીની બહેનો માલ ઢોરને દોહવાનું કામ કરી રહી છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લોકો પણ જોવાનું ખૂબ પસંદ કરી રહ્યા છે.

અગાસી પર સિંહ નીચે મારી ઢોરને દોહવાનું કામ ચાલુ

ગીરનું જંગલ સિંહ અને માલધારીઓના સબંધને વર્ષોથી જાળવીને તેને મજબૂત રીતે આગળ વધારી રહ્યું છે. જેમાં ગીરના સિંહ અને ગીર વિસ્તારમાં રહેતા માલધારીઓ આજે પણ એકમેકને પુરક માનવામાં આવે છે, આવો જ એક અદભુત અને સુંદર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો આજથી 15 દિવસ પહેલાનો હોવાનુ માનવામાં આવે છે.

દિવાળીના સમય દરમિયાન જે રીતે વરસાદ પડતો હતો, બિલકુલ આ જ સમયે જંગલમાંથી આવેલો એક સિંહ માલધારીના ઘરની અગાશી પર આવી ચળ્યો નીચે માલધારીની બહેનો ગાય ભેંસને દોહવાનું કામ કરી રહ્યા હતા. આ સમયે સિંહ અગાસી પર આવીને ઉભો રહ્યો હતો.

આ પણ વાંચો...

દિવાળીના વેકેશનમાં દેશ-દુનિયાના પ્રવાસીઓથી જીવંત બન્યું સાસણ ગીર, સિંહ દર્શન કરી થયા રોમાંચિત

શેત્રુંજી પર્વત ઉપર સિંહ દર્શન: અચાનક સામે સિંહ આવી જાય તો બચવા માટે શું કરવું જોઈએ?