Surprise Me!

અમરેલી: ધારી બગસરા રોડ પર આઠ સિંહો જંગલ મૂકી રોડ પર આવી ગયા, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

2025-12-18 9 Dailymotion

અમરેલી: ધારી તાલુકાના પ્રેમપરા બગસરા રોડ પર એકસાથે 8 સિંહો અચાનક રસ્તા પર આવી ચડતાં વાહન વ્યવહાર થોભી ગયો હતો. જેમાં 6 બચ્ચાં અને 2 સિંહોનો સમાવેશ થતો હતો. આ સિંહ પરિવાર રસ્તા પરથી પસાર થતો જોવા મળતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ઉત્સુકતા જોવા મળી હતી અને લોકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. સિંહો નિર્ભયતાથી રોડ ક્રોસ કરતા હોય તે દૃશ્યો રાહદારીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા.

શિયાળાની ઠંડી ઋતુમાં સિંહોની ભૂખ વધતી હોવાથી શિકારની શોધમાં તેઓ માનવ વસ્તી નજીક નીકળ્યા હોવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

સિંહોની વસ્તી વધતા હવે અવારનવાર રસ્તાઓ પર સિંહો દેખાવાના બનાવો સામે આવી રહ્યા છે. પ્રેમપરા – બગસરા રોડ પર ફરી એકવાર એકસાથે 8 સિંહો રસ્તા પર આવી ચડ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો:

બારડોલીના અકોટીમાં શેરડી કાપણી પહેલા ખેતરમાં આગથી સર્જાયો કરુણ બનાવ, દીપડાના એક બચ્ચાનું મોત

તાપીના ચાંપાવાડી ગામમાં એક દીપડી પાંજરામાં પુરાઈ, ગ્રામજનોમાં હાશકારો

જંગલની દુનિયાના બે અદભૂત વીડિયો વાયરલ, સાસણ આવેલા પ્રવાસીઓએ માણ્યો વન્યજીવોનો દુર્લભ નજારો

Buy Now on CodeCanyon